Vol. 53 No. 2 (2015)

					View Vol. 53 No. 2 (2015)

April-June 2015 (સળંગ અંક : 257)

નારાયણભાઈ દેસાઈ  વિશેષાંક 

ગૂજરાત વિદ્યાપીઠના પૂર્વ કુલપતિ, સાહિત્યકાર અને નઈ તાલીમના આજીવન શિક્ષક નારાયણ દેસાઈનું વ્યક્તિત્વ બહુ આયામી હતું. ગુજરાત વિદ્યાપીઠના સંશોધન સામયિક વિદ્યાપીઠનો એક અંક નારાયણ દેસાઈ વિશેષાંક કરવો એવા વિચારને કુલનાયકશ્રી અને કુલસચિવશ્રીએ વધાવી લીધો. નારાયણ દેસાઈની ભિન્ન ભિન્ન રચનાત્મક પ્રવૃત્તિઓ અને એમના સર્જનાત્મક લેખનને આ અંકમાં આવરી લેવાનો ઉદ્દેશ હતો. ૨૫ થી ૩૦ જુદા જુદા વિષયો અને એ માટેના લેખકોની યાદી તૈયાર કરીને એમને આમંત્રણ આપવામાં આવ્યું. ગત માર્ચ મહિનાથી આ કામગીરી ચાલતી હતી. લેખકોએ કામ સ્વીકાર્યું હોય અને પછી ના પાડી હોય, કેટલાક લેખકોએ વિષય બદલ્યો હોય, એક લેખક ના પાડે એટલે બીજા લેખકને આમંત્રણ આપવું - આ બધી પ્રક્રિયા પછી આ વિશેષાંક આપ સૌ સમક્ષ છે. ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ તરીકેની નારાયણ ભાઈની કામગીરી, ગાંધીકથા દ્વારા ઉપસતું. નારાયણ ભાઈનું વ્યક્તિત્વ, નારાયણ ભાઈનું સાહિત્ય ક્ષેત્રે પ્રદાન, ભૂદાને પ્રવૃત્તિ અને નારાયણ ભાઇ, નારાયણ ભાઇના અન્ય રચનાત્મક પ્રવૃત્તિઓ – આ બધાનો સમાવેશ કરતા લેખો અહીં છે. આ અંકનો એક ઉદેશ એ પણ હતો કે નારાયણ ભાઈનું સમગ્ર વ્યક્તિત્વ ઉપસાવવું, એ ઉદેશ કેટલો ફળીભૂત થયો છે એ તો વાચકોના પ્રતિભાવ દ્વારા જાણવા મળશે. પરંતુ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે નારાયણ ભાઈની ભૂમિકા, નારાયણ ભાઈ અને જયપ્રકાશ નારાયણનો સંબંધ, ૦ણ શાંતિસેના સંદર્ભે નારાયણ ભાઈની કામગીરી - આ વિષયો સંદર્ભે જે તે લેખકોના લેખો મળી શક્યા નથી એનો રંજ છે. વિદ્યાપીઠના નારાયણ દેસાઈ વિશેષાંકમાં જે લેખકોએ પ્રદાન આપ્યું છે, એનો આ તકે આભાર માનું છું. બહુ આયામી નારાયણ દેસાઈના વ્યક્તિત્વ અને એમની પ્રવૃત્તિઓને જાણવા-સમજવા માટે આ એક ઉપયોગી થશે, એવી આશા.

Published: 30-06-2015

અન્વેષણ ( Article)