Announcements

શોધપત્રો માટે આમંત્રણ

ગૂજરાત વિધાપીઠ દ્વારા ઈ.સ. 1963થી પ્રકાશિત થતું વિદ્યાપીઠ (ISSN 0976-5794) ત્રૈમાસિક સંશોધન સામયિક હવે નવા સ્વરૂપે ઑનલાઇન પ્રકાશિત થઈ રહ્યું છે. આ પ્રયત્નનો હેતુ સામયિકમાં પ્રકાશિત થનારા સંશોધન લેખોનો વ્યાપ વધારવાનો, વધુમાં વધુ સંશોધકો અને વાચકો સુધી તેની પહોંચ સુનિશ્ચિત કરવાનો તથા સંશોધનકાર્યને વધુ પ્રભાવશાળી બનાવવાનો છે.

આ સામયિકમાં વિવિધ વિષયક્ષેત્રોને આવરી લેતા ગુણવત્તાસભર સંશોધન લેખોને સ્થાન આપવામાં આવે છે. ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી – ત્રણેય ભાષાઓમાં લેખો સ્વીકારવામાં આવે છે. ‘વિદ્યાપીઠ’ સામયિકમાં પૂર્વ-સમીક્ષા (Peer Review) પ્રક્રિયા અનુસરવામાં આવે છે અને વિષય નિષ્ણાતોના હકારાત્મક અભિપ્રાયના આધારે જ લેખો પ્રકાશન માટે સ્વીકારવામાં આવે છે.

આ સામયિક સંશોધક વિદ્યાર્થીઓ, પ્રાધ્યાપકો તથા વિષય નિષ્ણાતો માટે સંશોધન લેખો, અહેવાલો, પુસ્તક સમીક્ષાઓ, વ્યાખ્યાન-સારાંશો અને અન્ય સંશોધન પ્રવૃત્તિઓના ગુણવત્તાયુક્ત પ્રકાશન માટે એક અસરકારક મંચ પૂરું પાડશે તેવી આશા છે.

વિદ્યાપીઠ ના આગામી અંકો માટે સંશોધન લેખો આમંત્રિત કરવામાં આવે છે. સંશોધકોને વિનંતી છે કે તેઓ પોતાના લેખો vidyapithjournal@gujaratvidyapith.org પર ઈ-મેઇલ દ્વારા મોકલી આપવા વિનંતી.