Information For Authors

વિદ્યાપીઠ સામયિક લેખ માર્ગદર્શિકા

  • લેખો ગુજરાતી, હિન્દી English ત્રણેય ભાષામાં મોકલી શકાશે.

  • સંશોધકે પોતાનું નામ, હોદ્દો, સંસ્થાનું નામ, -મેલ આઈડી, ફોન નંબર, અવશ્ય દર્શાવવાના રહેશે.

  • પ્રસ્તુત લેખ અન્ય કોઈ પ્રકાશનમાં પ્રકાશન માટે મોકલેલ કે પ્રકાશિત થયેલ નથી તેવી બાંયેધરી આપવાની રહેશે.

  • લેખક દ્વારા જમા કરાવેલા લેખની વિષયવસ્તુને, લેખકની ઓળખ ગોપનીય રાખીને બે કે તેથી વધુ વિષયનિષ્ણાતોને સમીક્ષા માટે મોકલી આપવામાં આવશે; વિષયનિષ્ણાતોના સંતોષકારક અભિપ્રાય બાદ જ લેખને પ્રકાશન સારું મંજુર કરવામાં આવશે. લેખના સ્વીકાર કે અસ્વીકાર અંગેનો આખરી નિર્ણય સંપાદક મંડળ હસ્તક રહેશે.

  • લેખની સાથે 200 - 250 શબ્દોમાં સારાંશ લખવાનો રહેશે. જો લેખની ભાષા ગુજરાતી કે હિન્દી હોય તેવા સંજોગોમાં સારાંશ જે તે ભાષા ઉપરાંત Englishમાં પણ લખવાનો રહેશે.

  • લેખના માળખામાં નીચે મુજબનું રાખવું

     

    • Fonts Type :

      ગુજરાતી - Shruti (UTF-8)

      હિન્દી - Mangal (UTF-8)

      English – Times New Roman

       

    • Font Size: સંશોધન લેખનું શીર્ષક - 16 સાઈઝ
      પેટા શીર્ષક – 13 સાઈઝ & બોલ્ડ
      સારાંશ; ચાવીરૂપ શબ્દો; મુખ્ય લેખ: 12 સાઈઝ
      કોષ્ટકોનું શીર્ષક: 12 સાઈઝ & બોલ્ડ
      કોષ્ટક માહિતી: 12 સાઈઝ

  • લેખ A4 સાઈઝની .odf કે .doc એક્ષટેન્શન ફાઈલમાં જમા કરવો.

  • લેખની ભાષાશુદ્ધિ અને જોડણી પર વિશેષ ધ્યાન રાખવું. (English લેખમાં બ્રિટીશ જોડણીનો ઉપયોગ કરવો.)

  • લેખમાં સમાવિષ્ટ દરેક કોષ્ટક, આકૃતિ, નકશા, આલેખોને ચોક્કસ ક્રમમાં દર્શાવવા.

  • લેખમાં આપવામાં આવતા સંદર્ભો APA (American Psychological Association) citation style મુજબ જ આપવા.

  • સંદર્ભસુચિ લેખના અંતે મુકવી, પાદનોધ મુકવી નહી. સંદર્ભસુચિ સંદર્ભ લેખના લેખકના વર્ણાનુક્રમે અને ત્યારબાદ કાલાનુક્રમે દર્શાવવી.

  • લેખમાં ઉપયોગમાં લેવાયેલા સંદર્ભોની જ સંદર્ભસુચિ આપવી, જે સચોટ અને સંપૂર્ણ હોવી જોઈએ.

  • લેખ પ્રકાશિત થાય તે પછીના સંપૂર્ણ કોપીરાઈટ હક્કો પ્રકાશકના રહેશે, લેખકે જે તે લેખ કે તેની વિષય વસ્તુને કે તેના કોઈ અંશને અન્ય કોઈ ભાષામાં કે અન્ય કોઈ પ્રકાશન સ્વરૂપે પ્રકાશિત કરવા સારું મંજુરી મેળવાની રહેશે.

  • Plagiarism બાબતે University Grants Commission (UGC) દ્વારા નક્કી કરાયેલા નીતિ-નિયમો લાગુ પડશે.

  • વધુ માહિતી કે મુંઝવણ સારું editor@gujaratvidyapith.org પર સંપર્ક કરો.