About the Journal

ગૂજરાત વિધાપીઠ દ્વારા વર્ષ 1963 થી 'વિદ્યાપીઠ' (ISSN 0976-5794) ત્રૈમાસિક સંશોધન સામયિક પ્રકાશિત કરવામાં આવે છે. તેનો હેતુ શૈક્ષણિક સંશોધન કાર્યને પ્રોત્સાહન આપવાનો છે. આ સામયિકમાં સંશોધક વિદ્યાર્થીઓ, પ્રાધ્યાપકો, વિષય નિષ્ણાતો વગેરેના સંશોધન લેખ, અહેવાલ, પુસ્તક-સમીક્ષા, વ્યાખ્યાન સારાંશ અને અન્ય સંશોધન પ્રવૃતિઓના ગુણવત્તાયુક્ત સંશોધન કાર્યોને સ્થાન આપવામાં આવે છે. સામયિકમાં પૂર્વ સમીક્ષાની પ્રક્રિયા અનુસરવામાં આવે છે અને બે વિષય નિષ્ણાતોની  હકારાત્મક નોંધના આધારે જે તે સંશોધન સાહિત્યને સામયિકમાં પ્રકાશિત કરવામાં આવે છે. 

સામાન્ય નોધ:

  • વિદ્યાપીઠ ત્રૈમાસિક શૈક્ષણિક સંશોધન સામયિક છે.
  • પૂર્વ સમીક્ષાની પ્રક્રિયા અનુસરવામાં આવે છે.
  • બહુભાષી સામાયિક છે જેમાં ગુજરાતી, હિન્દી English ભાષામાં લેખો પ્રકાશિત કરવામાં આવે છે.
  • સંશોધક વિદ્યાર્થીઓ, પ્રાધ્યાપકો, વિષય નિષ્ણાતો વગેરેના ગુણવત્તાયુક્ત સંશોધન લેખો આવકાર્ય છે.
  • સંશોધન લેખ, અહેવાલ, પુસ્તક સમીક્ષા, વ્યાખ્યાન સારાંશ અને અન્ય સંશોધન પ્રવૃતિઓના ગુણવત્તાયુક્ત સંશોધન કાર્યોનો સમાવેશ કરવામાં આવે છે.
  • લેખના સ્વીકાર કે અસ્વીકાર અંગેનો આખરી નિર્ણય સંપાદક મંડળ હસ્તક રહેશે.

Aims and Scope

વિદ્યાપીઠ સામાયિકનો મુખ્ય હેતુ "સામાજિક અને શૈક્ષણિક સંશોધન કાર્યની વિધવિધ પ્રવૃતિને વેગ મળી રહે" તે છે. જે સારું ગૂજરાત વિદ્યાપીઠ સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ અને પ્રધાયાપકો તથા અન્ય શૈક્ષણિક સંથાનોના વિદ્વાનો દ્વારા વિધવિધ વિષયો પર કરવામાં આવતા ગુણવતાયુક્ત સંશોધન કાર્યોને પ્રકાશનમાં સ્થાન આપવાનો પ્રયાસ રહેશે.