ઉમાશંકર જોશીની વિવેચનયાત્રા

Authors

  • Bipin Aashar Saurashtra Universtiy, Rajkot, Gujarat

Keywords:

Gujarati Literature, Literature, Umashankar Joshi

Abstract

એક રસતત્ત્વવિદૂ તરીકે ઉમાશંકર જોશીના સાહિત્યિક પ્રદાનને યાદ કરીએ છીએ ત્યારે આપણી સમક્ષ અખો : એક અધ્યયન, સમસંવેદન, પુરાણોમાં ગુજરાત, અભિરુચિ, શૈલી અને સ્વરૂપ, નિરીક્ષા, કવિની સાધના, શ્રી અને સૌરભ, પ્રતિશબ્દ, કવિની શ્રદ્ધા, શબ્દની શક્તિ, નિશ્ચના મહેલમાં, કાવ્યાનુશીલન, કવિતા વિવેક, સર્જકની આંતરકથા જેવા ગ્રંથોમાં ગ્રંથસ્થ ચારસો જેટલા લેખોમાં થયેલી સૈદ્ધાંતિક, કૃતિલક્ષી, સર્જકલક્ષી, સ્વરૂપલક્ષી, પ્રવાહદર્શી વિવેચના તાદૃશ થાય છે. ગુજરાતી સાહિત્યના ઇતિહાસનું એક ઉજ્જવળ પ્રકરણ બની ગયેલા ઉમાશંકર જોશીએ પોતાના વિવેચન લેખોથી ગુજરાતી વિવેચન ક્ષેત્રને સમૃદ્ધ જ નહીં, પરંતુ વિસ્તાર્યું છે, વિકસાવ્યું છે. અહીં એમની ઉપસતી વિવેચન મુદ્રા સંદર્ભે ચર્ચાવિચારણા કરવાનો ઉપક્રમ છે.

Downloads

Published

31-03-2017

How to Cite

Aashar, B. (2017). ઉમાશંકર જોશીની વિવેચનયાત્રા. Vidyapith (વિદ્યાપીઠ), 55(01), 35–44. Retrieved from http://journal.gujaratvidyapith.org/index.php/vp/article/view/18

Issue

Section

અન્વેષણ ( Article)