દક્ષિણ ગુજરાતનું આદિવાસી સંસ્કૃતિ દર્શન

Authors

  • Vaghela, Arun ઇતિહાસ વિભાગ ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ

Keywords:

Culture, Customs, Practices, Rituals, Traditions, Tribal, આદિવાસી, પરંપરાઓ, રિવાજો, સંસ્કૃતિ

Abstract

The efforts had begun to understand the tribal society and life of Gujarat in the second half of the nineteenth century. Prior to that, the important information about the tribals is obtained from the surveys done for the purpose of expansion and establishment of the British Empire, legal proceedings for suppression of the tribal movements, other related documents etc. But the Britishers understanding of the tribals was not free from prejudice and they degraded the tribal people. In the late nineteenth century the Gujarati writers also started writing on the tribal culture. Surat - Mandvinu Deshi Rajya by Rahman Kalekhan and Vajeram Pranshankar Upadhyay was an important text in initial phase. It contained a lot of important information about the social and cultural life of the tribal. At the same time, Christian missionaries also wrote about the tribal people. Among these texts, Navsari Prantani Kaliparaj, by Premanand Dholidas Patel in 1901. has its own special significance. As a result of the efforts made by Sayaji Rao Gaikwad for the development of education in the tribal area, Premanand Patel became the head master in Navsari province. It was here that he got interested in tribal life and decided to write about them. In 1901, he prepared and published this book under the name of Navsari Prantani Kaliparaj. In the present article, the worth of Navsari Prantani Kaliparaj written by Premanand Patel has been explored as the material of cultural history of tribal. The article focuses on tribal art, dance, songs, literature, as well as discusses the material culture of the tribal.

 

ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં આદિવાસી સમાજ અને જીવનને સમજવાના પ્રયાસો શરૂ થયા હતા. અગાઉ, બ્રિટિશ સામ્રાજયના વિસ્તરણ અને સ્થાપનાના હેતુ માટે કરવામાં આવેલાં સર્વેક્ષણો, આદિવાસીઓની ચળવળને દબાવવા માટેની કાનૂની કાર્યવાહી અને અન્ય સંબંધિત દસ્તાવેજો વગેરેમાંથી આદિવાસીઓ વિશેની મહત્ત્વપૂર્ણ માહિતી મળી આવે છે. પરંતુ આદિવાસીઓ પ્રત્યે અંગ્રેજોનો જે દૃષ્ટિકોણ હતો તે પૂર્વગ્રહથી મુક્ત નહોતો. ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં ગુજરાતના લેખકોએ પણ આદિવાસી સંસ્કૃતિ પર લખવાનું શરૂ કર્યું. રહેમાનખાં કાલેખાં અને વજેરામ પ્રાણશંકર ઉપાધ્યાય દ્વારા ‘સુરત-માંડવીનું દેશી રાજ્ય’ પ્રાથમિક તબક્કાનું એક મહત્ત્વપૂર્ણ પુસ્તક હતું. જેમાં આદિવાસીઓના સામાજિક અને સાંસ્કૃતિક જીવન વિશે ઘણી મહત્ત્વપૂર્ણ માહિતી પ્રાપ્ત થાય છે. તે જ સમયે, ખ્રિસ્તી મિશનરીઓએ પણ આદિવાસીઓ વિશે લખ્યું. આ ગ્રંથોમાં પ્રેમાનંદ ધોળીદાસ પટેલ દ્વારા ૧૯૦૧માં રચાયેલ ‘નવસારી પ્રાંતની કાળીપરજ’નું એક આગવું મહત્ત્વ છે. આદિવાસી વિસ્તારમાં શિક્ષણના વિકાસ માટે સયાજીરાવ ગાયકવાડે કરેલા પ્રયાસોના પરિણામે પ્રેમાનંદ પટેલ નવસારી પ્રાંતમાં મુખ્ય પ્રાધ્યાપક બન્યા. અહીં જ તેમને આદિવાસીઓના જીવનમાં રસ પડ્યો અને તેમના વિશે લખવાનું નક્કી કર્યું. ૧૯૦૧માં તેમણે ‘નવસારી પ્રાંતની કાળીપરજ’ નામથી પુસ્તક તૈયાર કરીને પ્રકાશિત કર્યું. પ્રસ્તુત લેખમાં આદિવાસીઓના સાંસ્કૃતિક ઇતિહાસની સામગ્રી તરીકે પ્રેમાનંદ પટેલ દ્વારા લિખિત ‘નવસારી પ્રાંતની કાળીપરજ’ ગ્રંથની ઉપયોગિતાની શોધ કરવામાં આવી છે. લેખ આદિવાસી કલા, નૃત્ય, ગીતો, સાહિત્ય પર ધ્યાન કેન્દ્રિત કરે છે, તેમ જ આદિવાસીઓની ભૌતિક સંસ્કૃતિની ચર્ચા કરે છે.

Author Biography

Vaghela, Arun, ઇતિહાસ વિભાગ ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ

અધ્યક્ષ, ઇતિહાસ વિભાગ ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ, ગુજરાત

References

દેસાઈ, ઈશ્વરલાલ. (૧૯૭૧). રાનીપરજમાં જાગૃતિ. સુરત.

પટેલ, પ્રેમાનંદ ધોળીદાસ. (૧૯૦૧). નવસારી પ્રાંતની કાળીપરજ. વડોદરા.

પઠાણ,કાલેખાં., અને ઉપાધ્યાય, વજેરામ. (૧૮૯૦). સુરત માંડવીનું દેશી રાજ્ય. સુરત.

બ્લેયર, જી. (૧૯૦૬). સ્ટેશન એડ કેમ્પ લાઇફ ઇન ભિલ કન્ટ્રી. બેલફાસ્ટ.

ભટ્ટ, અરવિંદ. (૧૯૮૫). ગુજરાતના ચૌધરીઓ. અમદાવાદ.

વાઘેલા, અરુણ. (૨૦૧૯). સાંસ્થાનિક ગુજરાતની આદિવાસી ચળવળો. અમદાવાદ.

Published

31-12-2020

How to Cite

Vaghela, A. (2020). દક્ષિણ ગુજરાતનું આદિવાસી સંસ્કૃતિ દર્શન. Vidyapith (વિદ્યાપીઠ), 58(1-4), 41–71. Retrieved from http://journal.gujaratvidyapith.org/index.php/vp/article/view/207

Issue

Section

અન્વેષણ ( Article)