ગુજરાતી શાળેય પાઠયપુસ્તકોની વાચ્યતા : ફ્રાય આલેખનું રૂપાંતરણ
Readability of Gujarati School Textbooks: Adaptation of Fry Graph
Keywords:
વાચ્યતા, ફ્રાય આલેખ, રૂપાંતરણ, ગુજરાતી પાઠયપુસ્તક, Fry Graph, Readability, AdaptationAbstract
પ્રાથમિક શાળાના ત્રીજાથી આઠમા ધોરણનાં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમોનાં ૧૦-૧૦ પાઠયપુસ્તકોની વાતો ફ્રાય આલેખ દ્વારા તપાસતાં ગુજરાતી પાઠયપુસ્તકોની વાચ્યતાની ધોરણ કક્ષા ૧૭ જેટલી ઊંચી જોવા મળી હતી. ગિલિયમ, પિના અને માઉન્ટને (૧૯૮૦) સ્પેનિશ ભાષાની પદ્યસામગ્રી માટે કરેલા એક અભ્યાસને અનુસરીને ગુજરાતી માધ્યમનાં પાઠયપુસ્તકો માટે ફ્રાય આલેખનું રૂપાંતરણ કરતાં ગુજરાતી માધ્યમનાં મોટા ભાગનાં પાઠયપુસ્તકોની વાચ્યતા જે તે ધોરણને અનુરૂપ થઈ હતી. ફાય આલેખના રૂપાંતરણ માટે સરેરાશ વાક્યસંખ્યામાં ૨.૫ના એકસરખા ઉમેરણ (addition) ધટક અને સરેરાશ અક્ષરસંખ્યામાં ધોરણ અને વિષય મુજબના બાદબાકીના વિશિષ્ટ ઘટકોનો ઉપયોગ થયો હતો. આ ઘટકો અજમાયશો દ્વારા શોધવામાં આવ્યા હતા.
Downloads
Published
How to Cite
Issue
Section
License
Copyright (c) 2017 Vidyapith (વિદ્યાપીઠ)
This work is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivatives 4.0 International License.
License Terms