બાળકોમાં આપઘાત: 21મી સદીનાં પ્રથમ દાયકાનાં સંદર્ભે
Keywords:
Suicide, Child Suicide, Aapghat, Suicide HelplineAbstract
બાળકને તેના બાળપણમાં જીવન જીવવા જેવું ન લાગે તો પુર્ણ બનીને આવતીકાલે સમાજ માટે મૂડી રૂપ કેવી રીતે બનશે ? બાળકના ઉછેર દરમ્યાન તેની અવગણના, બાળકોના વિકાસ પ્રત્યે દુર્લક્ષ સેવવું, બાળકોના શૈક્ષણિક, આર્થિક અને આરોગ્ય વિષયક નીચા દરજજાને સૂચિત કરે છે. બાળકોના સર્વાગી વિકાસ માટે રાજય, કાનૂન અને બાળવિકાસ કાર્યક્રમો દ્વારા પૂરી પડાતી તકોનો લાભ લેવા પ્રત્યે સજાગતા જરૂરી છે. બાળકોની આપઘાત તરફ ધકેલાવાની પ્રક્રિયા કુટુંબમાંથી શરૂ થાય છે તથા સામાજિક વ્યવસ્થા અને રાજયનાં તંત્રો, બાળકોને મળતા અધિકારોને નજર અંદાજ કરે છે અથવા તેના તરફ દુર્લક્ષ સેવે છે. પ્રસ્તુત અભ્યાસમાં કયા બાળકો આપઘાત કરે છે. કેવા કારણોસર આપઘાત કરે છે, તે આપઘાત માટે કેવા માગ અપનાવે છે. ભારતના National Crime Records Bureau (NCRB), Ministry of Home Affairs, Govt. of India દ્વારા કરવામાં આવતા અહેવાલોના આધારે તેનું વિશ્લેષણ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
Downloads
Published
How to Cite
Issue
Section
License
Copyright (c) 2015 Vidyapith (વિદ્યાપીઠ)
This work is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivatives 4.0 International License.
License Terms