સ્વૈચ્છિક સંસ્થાઓ અંગેના આર્થિક સિદ્ધાંતો
Keywords:
રાજ્યની નિષ્ફળતા, બજારની નિષ્ફળતા, સ્વૈચ્છિક સંસ્થાઓની નિષ્ફળતા, ભારતAbstract
સ્વૈચ્છિક સંસ્થાઓ અંગેના આર્થિક સિદ્ધાંતો પશ્ચિમના દેશોમાં મુખ્યત્વે અમેરિકામાં વિશેષ વિકસ્યા છે. અર્થતંત્રમાં સ્વૈચ્છિક સંસ્થાઓ ક્યા કારણોસર પ્રવેશે છે ? રાજ્ય કે બજાર આધારિત અર્થતંત્રમાં તેઓ શા માટે હસ્તક્ષેપ કરે છે ? તેમના હસ્તક્ષેપ દ્વારા અર્થતંત્ર ઉપર કેવી અસરો પડે છે ? આ અસરો વિશેષરૂપે વહેચણીની તરાહ ઉપર કેવો પ્રભાવ પાડી શકે છે ? અર્થશાસ્ત્રમાં સ્વૈચ્છિક સંસ્થાઓ અંગેના સિદ્ધાંતોમાં સ્વૈચ્છિક સંસ્થાઓની ભૂમિકાને (વિશેષ કરીને વિકાસના સંદર્ભે) માગ અને તેની વર્તણૂક (વિશેષ કરીને સામાજિક નિયોજકોના હેતુઓના સંદર્ભે, પુરવઠાના સિદ્ધાંતો દ્વારા સમજવાનો પ્રયાસ થયા છે. જયારે રાજ્ય પ્રજાનું ઇષ્ટતમ કલ્યાણ સાધવામાં અસમર્થ બને ત્યારે તે રાજયની નિષ્ફળતાનો મુદો બને છે. બજાર નફા પ્રેરિત વર્તણૂક ધરાવતું હોવાથી બજાર વડે પણ અમુક બાબતોમાં પ્રજાનું કલ્યાણ સાધી શકતું નથી. આ સંદર્ભે સ્વૈચ્છિક સંસ્થાઓનો હરતક્ષેપ આવશ્યક બને છે. પરંતુ અમુક સંજોગોમાં બજાર અને રાજ્યની જેમ સ્વૈચ્છિક સંસ્થાઓ પણ નિષ્ફળ નીવડી શકે છે. પ્રસ્તુત લેખમાં સ્વૈચ્છિક સંસ્થા અંગેના આર્થિક સિદ્ધાંતોને માગ અને પુરવઠાના સિદ્ધાંતોને બજારની નિષ્ફળતા, રાજયની નિષ્ફળતાના અને સ્વૈચ્છિક સંસ્થાઓની નિષ્ફળતાનું વિશ્લેષણ કરેલ છે. ભારતના સંદર્ભમાં સ્વૈચ્છિક સંસ્થાઓ અંગેના સિદ્ધાંતો ચકાસવામાં આવ્યા છે.
Downloads
Published
How to Cite
Issue
Section
License
Copyright (c) 2015 Vidyapith (વિદ્યાપીઠ)
This work is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivatives 4.0 International License.
License Terms