ગૂજરાત વિદ્યાપીઠના શિક્ષક પ્રશિક્ષણાર્થીઓમાં શાબ્દિક પ્રત્યાયનભય
Keywords:
શિક્ષક પ્રશિક્ષણાર્થીઓ, પ્રત્યાયનભય, શાબ્દિક પ્રત્યાયનભયAbstract
વર્ગખંડમાં શિક્ષકની મુખ્ય ત્રણ ભૂમિકા છે. જેમાં અધ્યયનમાં સુવિધા સર્જક, વર્ગખંડ વ્યવસ્થાપન અને શૈક્ષણિક નિર્ણયો કરવાની ભૂમિકાઓનો સમાવેશ થાય છે. અસરકારક પ્રત્યાયન કૌશલ્ય વગર આ ત્રણ પૈકી એકપણ કાર્ય અસરકારક રીતે થઈ શકે નહીં. આજના શિક્ષક-પ્રશિક્ષણાર્થીઓ આવતીકાલના શિક્ષકો છે. તેઓ જે ઉપર મુજબની ભૂમિકાઓ અસરકારક રીતે ભજવી ન શકે તો શાળામાં કે શાળાબહારની પ્રવૃત્તિઓમાં સફળતા ન મેળવી શકે. પ્રસ્તુત સંશોધનનો મુખ્ય હેતુ ગૂજરાત વિદ્યાપીઠમાં અભ્યાસ કરતા પ્રશિક્ષણાર્થીઓના શાબ્દિક પ્રત્યાયનભયનું માપન કરી તેના પર જાતિ, પ્રત્યાયનભાષા, અભ્યાસ વિષયજૂથ અને અભ્યાસ કક્ષાની અસર તપાસવાનો હતો. વ્યાપવિશ્વ અને નમૂના તરીકે ગૂજરાત વિદ્યાપીઠમાં બી એ . અને એમ.એ. કક્ષાએ અભ્યાસ કરતા ૧૬૭ પ્રશિક્ષણાર્થીઓનો સમાવેશ થતો હતો. માહિતી મેળવવા માટે Mc Croskey (1985) દ્વારા રચિત Personal Report of Communication Apprehension-24 (PRCA-24)નું સંશોધકે દ્વારા ગુજરાતી ભાષામાં રૂપાંતરિત ‘શાબ્દિક પ્રત્યાયનભય માપદંડ” ઉપકરણનો ઉપયોગ થયો હતો. માહિતી વિશ્લેષણ માટે વર્ણનાત્મક અંકશાસ્ત્રીય પ્રયુક્તિઓ અને ટી-ગુણોત્તરની ગણતરી કરવામાં આવી હતી. સંશોધનનાં મુખ્ય તારણો જણાવતાં હતાં કે, શાબ્દિક પ્રત્યાયનભયનો અભ્યાસ વિષયજૂથ અને પ્રત્યાયનની ભાષા સાથે સંબંધ જોવા મળ્યો હતો, જ્યારે અતિ અને અભ્યાસ કક્ષા સાથે કોઈ સંબંધ જોવા મળ્યો ન હતો.
Downloads
Published
How to Cite
Issue
Section
License
Copyright (c) 2015 Vidyapith (વિદ્યાપીઠ)

This work is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivatives 4.0 International License.
License Terms