વન અધિકાર કાયદા (૨૦૦૬)ની આર્થિક અને વનસંરક્ષક ભૂમિકા
Keywords:
Forest Rights Act, FRA, FRA-2006, Forest Rights Act-2006, Forest Rights, Forest Development, Forest ConservationAbstract
ઝડપી આર્થિક વૃદ્ધિના વણથંભ્યા પ્રયાસોને કારણે જંગલ સંસાધનો પર દબાણ વધતું જાય છે. વન અધિકાર કાયદા- ૨૦૦૬ પૂર્વે ભારતમાં વનસંરક્ષણ માટે વિવિધ વનનીતિઓ અને કાયદાકીય પ્રયાસો થયા, પરંતુ આ પ્રયાસોમાં લોકભાગીદારી અને સ્થાનિક વનવાસીઓનાં આર્થિક હિતોની અવગણના થવાથી અપેક્ષિત સફળતા મળી નથી. વન અધિકાર કાયદા અંતર્ગત આ મર્યાદા દૂર કરી સ્થાનિક વનવાસીઓનાં પરંપરાગત વન અધિકારો માન્ય કરી તેમનાં આર્થિક ઉત્કર્ષને પ્રાધાન્ય આપી, લોકભાગીદારીથી વનસંરક્ષણ અને વનવિકાસ કરવાનો ઉદ્દેશ છે. વાસ્તવમાં આ ઉદેશ કેટલા અંશે સિદ્ધ થયો છે, તે એક મહત્ત્વનો પ્રશ્ન છે. પ્રસ્તુત શોધપત્રમાં ડાંગ જિલ્લાને કેન્દ્રમાં રાખી કાયદાના અમલ થકી લાભાર્થીઓનાં જીવનધોરણમાં આવેલ પરિવર્તન અને વનસંરક્ષણ તથા વનવિકાસમાં કાયદાની ભૂમિકા તપાસવાનો પ્રયાસ થયો છે. સમગ્ર વિશ્લેષણ તપાસતા જણાય છે કે, વન અધિકાર કાયદાનો અમલ થકી. લાભાર્થીઓની કૃષિ અને બિનકૃષિલક્ષી આવકમાં વધારો થતા તેમના જીવનધોરણમાં સુધારો જણાય છે. બીજી બાજુ જંગલસંપત્તિમાં નોંધપાત્ર વધારો થઈ શક્યો નથી, પરંતુ જંગલવિનાશની પ્રવૃત્તિઓ પર અસરકારક નિયંત્રણ આવ્યું છે, તેમાં બેમત નથી.
Downloads
Published
How to Cite
Issue
Section
License
Copyright (c) 2016 Vidyapith (વિદ્યાપીઠ)
This work is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivatives 4.0 International License.
License Terms