માટીકામ કરતા પઢાર આદિમ જૂથોનો સ્થળાંતરનો પ્રશ્ન

Authors

  • Jagani, Hitesh N. મહાદેવ દેસાઈ ગ્રામ સેવા મહાવિદ્યાલય, ગૂજરાત વિદ્યાપીઠ, રાંધેજા, ગાંધીનગર, ગુજરાત

Keywords:

Migration, Primitive groups, Clay workers

Abstract

આફ્રિકાને બાદ કરતા દુનિયામાં આદિવાસી વસ્તી સૌથી વધારે ભારતમાં છે. ૨૦૧૧ની વસ્તી ગણતરી અનુસાર ભારતમાં ૮૬ ટકા અને ગુજરાતમાં ૧૪.૮ ટકા વસ્તી આદિવાસીઓની છે. સમગ્ર ભારતમાં ૭૫ આદિમ જૂથો અને ગુજરાતમાં પ આદિમ જૂથો વસવાટ કરે છે. પ્રસ્તુત સંશોધનનો મુખ્ય હેતુ માટીકામ કરતા પઢાર આદિમ જૂથનો સ્થળાંતરના પ્રશ્નનો અભ્યાસ કરવાનો હતો. આ માટે મુલાકાત માર્ગદર્શિકા દ્વારા પદ્ધતિસરના યદચ્છ નિદર્શન પદ્ધતિએ નળકાંઠા વિસ્તારના બાર ગામમાં વસવાટ કરતા કુટુંબો અને તેમાં સ્થળાંતર કરતા ૪૧૧૭ કુટુંબોમાંથી ૪૧૩ કુટુંબોને નમૂના તરીકે લેવામાં આવ્યા હતા. જેમાં પઢાર આદિમ જૂથના સ્થળાંતરના કારણો, સમયગાળો, સ્થળાંતર કરતા સભ્યોનું પ્રમાણ, સ્થળાંતરિત સ્થળે કામગીરી આપનાર, કામનો પ્રકાર, વેતનનો દર, શોષણ, ભોગવવી પડતી હાડમારીઓ અને ઉકેલો વિશે છણાવટ કરવામાં આવેલ છે. અભ્યાસ હેઠળના કુલ કુટુંબના મોટાભાગના એટલે કે ૪૦૯ કુટુંબો જીવનનિર્વાહ ટકાવી રાખવા ગામમાં રોજગારી ન મળવાથી સ્થળાંતર કરે છે. ૩૫૮ (૮૬ ૬૮ ટકા) કુટુંબો આઠ મહિના માટે સ્થળાંતર કરે છે. ચોમાસા કરતા શિયાળા અને ઉનાળામાં સ્થળાંતર કરતા કુટુંબોનું પ્રમાણ વધુ છે. સ્થળાંતર અને અંતરના પ્રવાહોમાં ૪૦૭ કુટુંબો મધ્યમ અંતરનું અંતર રાજય સ્થળાંતર કરે છે. સ્ત્રીઓની સરખામણીએ પુરુષ સભ્ય સંખ્યાની રીતે વધુ સ્થળાંતર કરે છે. સ્થળાંતરિત સ્થળે શ્રમિકોને કામ પર રાખવાની પરોક્ષ પદ્ધતિ વધુ પ્રમાણમાં પ્રચલિત છે. મજૂરી પેટે મેળવેલ 100 રૂપિયામાંથી ૫ રૂપિયાથી લઈને ૧૫ રૂપિયા સુધી કોન્ટ્રાક્ટરને કમિશન ચૂકવવું પડે છે. ૩૯૨ કુટુંબો સ્થળાંતરિત સ્થળે આઠ કલાકથી વધુ કલાક કામ કરે છે. ૩૯૨ કુટુંબો સ્થળાંતરિત સ્થળે આઠ કલાકથી વધુ કલાક કામ કરે છે. પઢાર આદિમ જૂથનું એક પણ કુટુંબ લઘુતમ વેતનધારા અન્વયે નક્કી કરવામાં આવેલ દર જેટલી મજૂરી મેળવતું નથી. પ્રસ્તુત અભ્યાસના કુલ કુટુંબોના ૪૦ (૯.૬૯ ટકા) કુટુંબોનું સ્થળાંતરિત સ્થળે અસંગઠિતતા, જાગૃતિનો અભાવ, બિનપરિચિત વિસ્તાર અને નિરક્ષરતાના લીધે વિવિધ પ્રકારે શોષણ થાય છે. અભ્યાસ હેઠળના તમામ કુટુંબોએ સ્થળાંતરિત સ્થળે અનેકવિધ હાડમારીઓ ભોગવવી પડે છે. ૨૦૦
(૪૮.૨૩ ટકા) કુટુંબો સ્થળાંતર દરમ્યાન બાળકોને ઘેર મૂકીને જાય છે. સ્થળાંતરિત સ્થળે પઢારોને પ્રાથમિક જરૂરિયાતો વિષયક સગવડતાઓ પ્રાપ્ત થાય તેવા પગલાં લેવા જણાવેલ છે. પઢાર આદિમ જૂથમાં રોજગારી અર્થે થતા સ્થળાંતરને અટકાવવા માટે ખેતીને સમૃદ્ધ બનાવવી, ગૃહઉદ્યોગ ખોલવા, રાહતકામો ખોલવા, કારખાનાં સ્થાપવા અને મત્સ્ય ઉદ્યોગને પ્રોત્સાહન આપવા જેવા પગલાં લેવાની આવશ્યકતા જણાવેલ છે.

Author Biography

Jagani, Hitesh N., મહાદેવ દેસાઈ ગ્રામ સેવા મહાવિદ્યાલય, ગૂજરાત વિદ્યાપીઠ, રાંધેજા, ગાંધીનગર, ગુજરાત

મહાદેવ દેસાઈ ગ્રામ સેવા મહાવિદ્યાલય, ગૂજરાત વિદ્યાપીઠ, રાંધેજા, ગાંધીનગર, ગુજરાત

Downloads

Published

31-12-2013

How to Cite

Jagani, H. N. (2013). માટીકામ કરતા પઢાર આદિમ જૂથોનો સ્થળાંતરનો પ્રશ્ન. Vidyapith (વિદ્યાપીઠ), 51(3-4), 19–41. Retrieved from http://journal.gujaratvidyapith.org/index.php/vp/article/view/195

Issue

Section

અન્વેષણ ( Article)