ભારતમાં જાતિ ગુણોત્તર દર : કાલ, આજ અને આવતીકાલ
Keywords:
Caste Ratio, Gender Ratio, Sex RatioAbstract
જાતિ ગુણોત્તર દર સમાજમાં સ્ત્રીઓ અને પુરુષો વચ્ચે સંતુલન સૂચવે છે. વધુમાં વર્ષ ૧૯૦૧ થી ૨૦૧૧ એટલે એક સદી કરતા પણ વધારે સમયગાળા દરમિયાન ભારતમાં જાતિ પ્રમાણ સ્ત્રીઓ માટે ઐતિહાસિક પ્રતિકુળ રહ્યું છે. પ્રસ્તુત સંશોધન પેપરમાં અમે ૧૯૦૧ થી ૨૦૧૧ ના સમયગાળાને આવરી લઈને ભારત માટે જાતીય ગુણોત્તર દરમાં કેવા ફેરફારો થયા છે. તેમ જ ભારતના વિવિધ રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પ્રસ્તુત આંકડાના આધારે વર્ષ ૨૦૨૧ દરમિયાન જાતીય ગુણોત્તર દરમાં શું બદલાવ આવશે? તેનું આગણન કર્યું છે. ભારતના દરેક રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશોનો ૨૦૨૧નો જાતીય ગુણોત્તર દરનો અંદાજ મેળવવામાં આવ્યો છે. જાતીય ગુણોત્તર દરની માહિતી ૧૯૦૧ થી ૨૦૧૧ ના દરેક દસકા દરમિયાનની ઉપલબ્ધ હતી; અમે વચગાળાના વર્ષ સંબંધિત દાયકા દરમિયાન આ પ્રમાણ સતત દરે વૃદ્ધી પામે છે તેમ ધારી લઇને તેના આધારે વર્ષ ૨૦૨૧ માટે જાતિ ગુણોત્તર દરના આગણન (આગાહી) માટે ઉપયોગ કર્યો છે. પ્રસ્તુત સંશોધન પેપરમાં સુરેખ તરાહ ઉપયોગી ન બનતા અમે યોગ્ય આગણન માટે સામાયિક શ્રેણીનું આધુનિક આગાહી મોડેલ ARIMA મોડેલનો ઉપયોગ કર્યો છે. અમે અહીં વિવિધ વર્ષના જાતીય ગુણોત્તર દરના પરિણામને વિવિધ કેટેગરી પ્રમાણે વર્ગીકરણ (અનુકૂળ, મધ્યમ, નીચો, ગંભીર, ભયજનક અને અત્યંત ભયજનક) કરીને ભારતના દરેક રાજયમાં અને તેમાં આવેલ બદલાવ પણ દર્શાવ્યા છે. તાજેતરમાં જાતીય ગુણોત્તર દરમાં આવેલા હકારાત્મક પરિવર્તનોમાં લોક ભાગીદારી, બાળ મૃત્યુદર, એમએમઆર અને TFR ઘટાડવા ભારત સરકાર દ્વારા જે વિવિધ પગલાં લેવામાં આવ્યાં છે તેને આભારી છે. ભારત અને તેનાં વિવિધ રાજય સરકારો દ્વારા લેવાયેલા વિવિધ પગલાં જેમકે ‘બેટીબચાવો' અભિયાન, આઈસીડીએસ યોજનાઓ, રાષ્ટ્રીય ગ્રામીણ આરોગ્ય મિશન, પ્રજનન બાળ આરોગ્ય સંભાળ તેમજ દૂરસ્થ સ્થળે સમયસર ૧૦૮ એમ્બુલન્સ સેવાઓ ઉપલબ્ધ, સંસ્થાગત uસતિમાં વધારો અને મજબૂત કટંબ નિયોજન યોજનાઓ વગરે કારણોને લીધે કદાચ જાતીય ગુણોત્તર દરમાં હકારાત્મક ફેરફારો સંભવી શક્યા હોય. આવનાર દાયકામાં (૨૦૦૧) ભારતમાં ૨૮ રાજયો અને ૭ કેન્દ્રશાસિત પ્રદેશો ભારતમાં આગણન કરવામાં આવ્યું જેમાં ૨૧ રાજયો અને ૪ કેન્દ્રશાસિતમાં આ પ્રમાણ સુધર્યું છે.
Downloads
Published
How to Cite
Issue
Section
License
Copyright (c) 2014 Vidyapith (વિદ્યાપીઠ)

This work is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivatives 4.0 International License.
License Terms