વિજ્ઞાન, સામાન્ય અને શારીરિક શિક્ષણ પ્રવાહની વિદ્યાર્થિનીઓના સામાજિક મનોવલણનો તુલનાત્મક અભ્યાસ
Keywords:
Social Attitudes, Female Students, FemaleAbstract
આ સંશોધન અભ્યાસનો હેતુ સૂક્ષ્મ જીવાણુ વિજ્ઞાન, સામાન્ય પ્રવાહ અને શારીરિક શિક્ષણ પ્રવાહની વિદ્યાર્થિનીઓના સામાજિક મનોવલણનો તુલનાત્મક અભ્યાસ કરવાનો છે. આ સંશોધન અભ્યાસમાં ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ, સંચાલિત ગ્રામસેવા કેન્દ્ર, સાદરા ખાતે ચાલતા સૂક્ષ્મ જીવાણુ વિજ્ઞાન, સમાજવિદ્યા અને શારીરિક શિક્ષણના પ્રવાહમાંથી દરેક પ્રવાહમાં અભ્યાસ કરતી 25-25-25 વિદ્યાર્થિનીઓને યાદચ્છ પદ્ધતિથી વિષયપાત્રો તરીકે પસંદ કરીને ડૉ. એ. એસ. પટેલ અને ડૉ. એલ. આર. યાજ્ઞિક રચિત પ્રશ્નાવલિ લાગુ પાડી. ત્રણેય જૂથોનાં વિષયપાત્રો દ્વારા મળેલા પ્રાપ્તાંકોના મધ્યકોની સાર્થકતા ચકાસવા “F" રેશિયો લાગુ પાડી 0.05 કક્ષાએ સાર્થકતા ચકાસતાં સૂક્ષ્મ જીવાણુ વિજ્ઞાન, સામાન્ય પ્રવાહ અને શારીરિક શિક્ષણ પ્રવાહમાં અભ્યાસ કરતી બહેનોના સામાજિક મનોવલણ જેવા મનોવૈજ્ઞાનિક પાસામાં કોઈ પણ પ્રકારનો સાર્થક તફાવત જોવા મળ્યો ન હતો.
References
દેસાઈ, કૃષ્ણકાંત અને દેસાઈ, હરિભાઈ (1994) મનોવૈજ્ઞાનિક માપન, અમદાવાદ : યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ, ગુજરાત રાજ્ય.
પટેલ, ચંદ્રકાન્ત પ્રભુભાઈ (1993) સમાજલક્ષી મનોવિજ્ઞાન, અમદાવાદ : યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ, ગુજરાત રાજ્ય.
પરમાર, વાય. એ. (2002) સમાજશાસ્ત્રીય સિદ્ધાંતો, અમદાવાદ યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ, ગુજરાત રાજ્ય.
વર્મા, પ્રકાશ જે. (2000) ટેસ્ટબુક ઓન સ્પોર્ટ્સ સ્ટેટેસ્ટિક્સ, ગ્વાલિયર : વિનસ પબ્લિકેશન.
Downloads
Published
How to Cite
Issue
Section
License
Copyright (c) 2019 Vidyapith (વિદ્યાપીઠ)
This work is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivatives 4.0 International License.
License Terms