રાષ્ટ્રીય કક્ષાના કરાટે, વુશુ અને ટેકવૉન્ડો રમતના ખેલાડીઓની ચપળતા, નમનીયતા અને વિસ્ફોટક બળનો તુલનાત્મક અભ્યાસ

Authors

  • Rami, Arvind શારીરિક શિક્ષણ અને રમતવિજ્ઞાન વિદ્યાશાખા, સાદરા, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ

Keywords:

કરાટે, વુશુ, ટેકવોન્ડો, ખેલાડીઓ, ચપળતા, નમનીયતા, વિસ્ફોટક બળ, Karate, Wushu, Taekwondo, Athletes, Flexibility

Abstract

આ સંશોધન અભ્યાસનો હેતુ રાષ્ટ્રીય કક્ષાના કરાટે, વુશુ અને ટેકવોન્ડો રમતના ખેલાડીઓની ચપળતા, નમનીયતા અને વિસ્ફોટક બળનો તુલનાત્મક અભ્યાસ કરવાનો છે. આ સંશોધન અભ્યાસ માટે ગુજરાત રાજ્યના રાષ્ટ્રીય કક્ષાના કરાટે, વુશુ અને ટેકવોન્ડો રમતના કુલ 30 ખેલાડીઓ પસંદ કરવામાં આવ્યા હતા. જેમાં 10 ખેલાડીઓ કરાટે રમતના, 10 ખેલાડીઓ વુશુ રમતના અને 10 ખેલાડીઓ ટેકવૉન્ડો રમતના પસંદ કરવામાં આવ્યા હતા. આ તમામ વિષયપાત્રો 20થી 25 વર્ષની વયજૂથના માત્ર ભાઈઓને જ પસંદ કરવામાં આવ્યા હતા. અને બધા જ ખેલાડી ભાઈઓ આંતર વિશ્વવિદ્યાલય કક્ષાએ પોતપોતાની રમતમાં પસંદગી પામેલા હતા. ઉત્કલ્પનાની ચકાસણી માટે ગુજરાત રાજ્યના કરાટે, વુશુ અને ટેકવોન્ડો રમતના કુલ 30 ખેલાડીઓ પર ચપળતા, નમનીયતા અને વિસ્ફોટક બળ જેવાં પાસાના માપન માટે “E” ગુણોત્તર દ્વારા મધ્યકો વચ્ચેના તફાવતોની સાર્થકતા જોવા માટે સાર્થકતાનું ધોરણ 0.05 કક્ષાએ લેવામાં આવ્યું હતું, જેનાં પરિણામો આ પ્રમાણે જોવા મળ્યાં હતાં. રમત પ્રમાણે ચપળતા અને નમનીયતા જેવાં પાસાંમાં કરાટે રમત જૂથનો આંક ઉચ્ચકક્ષાનું પ્રદર્શન દર્શાવતો હતો, જ્યારે વિસ્ફોટક બળના પાસામાં ટેકવૉન્ડો રમત જૂથ ઉચ્ચકક્ષાનું પ્રદર્શન દર્શાવતો હતો.

Author Biography

Rami, Arvind, શારીરિક શિક્ષણ અને રમતવિજ્ઞાન વિદ્યાશાખા, સાદરા, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ

મદદનીશ અધ્યાપક, શારીરિક શિક્ષણ અને રમતવિજ્ઞાન વિદ્યાશાખા, સાદરા, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ

References

પાડે, યોગેન્દ્ર (1997). શિક્ષા એવમ્ ખેલ મનોવિજ્ઞાન, ત્રીજી આવૃત્તિ, નમ્રતા પાંડે પ્રકાશન, પાન. નં 39.

મંગલ, એસ. કે. અને ભાટિયા, એમ. એમ. (1997). સાયકોલૉજી ઈન ફિઝિકલ એજ્યુકેશન એન્ડ સ્પોર્ટ્સ, પ્રકાશ બ્રધર્સ પ્રકાશન, પાન.નં 1.

બક્ષી, મધુસૂદન વી. (1979). સામાન્ય મનોવિજ્ઞાન, ત્રિપુરા પ્રિન્ટિંગ પ્રેસ, પાન નં 84.

લેવીલીન, જૉન એચ. અને બ્લકેર, જ્યુડી એ. (1982). સાયકોલોજી ઓફ કોચિંગ થિયરી એન્ડ એપ્લિકેશન, સુરજીત પ્રકાશન, પાન. નં. 1.

લેલિબ્રેન, હેત્રિક (1972-73). મધ્યપ્રદેશ હિન્દી ગ્રંથ એકેડેમિક કક્ષા અધ્યાપનમેં શિક્ષા મનોવિજ્ઞાન, મધ્યપ્રદેશ હિન્દી ગ્રંથ એકેડેમિક, પાન. નં 42.

જોન્સન, બેરી એલ. નેલ્સન, જેક કે. (1988). પ્રેક્ટિકલ મેઝરમેન્ટ ફોર ઇવેલ્યુએશન ઇન ફિઝિકલ એજ્યુકેશન, ત્રીજી આવૃત્તિ, સુરજીત પબ્લિકેશન.

Downloads

Published

31-12-2019

How to Cite

Rami, A. (2019). રાષ્ટ્રીય કક્ષાના કરાટે, વુશુ અને ટેકવૉન્ડો રમતના ખેલાડીઓની ચપળતા, નમનીયતા અને વિસ્ફોટક બળનો તુલનાત્મક અભ્યાસ. Vidyapith (વિદ્યાપીઠ), 57(1-4), 16–20. Retrieved from http://journal.gujaratvidyapith.org/index.php/vp/article/view/137

Issue

Section

અન્વેષણ ( Article)