યોગતાલીમની ગુજરાત રાજ્યના પસંદ કરેલા પંચાયતમંત્રીશ્રીઓનાં શરીરબંધારણ, પ્રાણમૂલકશક્તિ અને નમનીયતા ઉપર પર થતી અસરનો અભ્યાસ

Authors

  • Patel, Kamleshkumar P. મહાદેવ દેસાઈ સમાજસેવા સંકુલ, ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ, ગુજરાત
  • Thaker, Tejas પંચાયતીરાજ તાલીમ કેન્દ્ર, સાદરા, ગૂજરાત વિદ્યાપીઠ, ગાંધીનગર, ગુજરાત

Keywords:

પંચાયત મંત્રી, યોગતાલીમ, શરીરબંધારણ, પ્રાણમૂલકશક્તિ, Panchayat Mantri, Yoga Training

Abstract

આ સંશોધન અભ્યાસનો હેતુ યોગતાલીમની, ગુજરાત રાજ્યની ગ્રામપંચાયતોમાં મંત્રીઓ તરીકે ફરજ બજાવતા કર્મચારીઓનાં શરીર બંધારણ, પ્રાણમૂલકશક્તિ અને નમનીયતા પર થતી અસરો જાણવાનો છે. તેના માટે કુલ 30 વિષયપાત્રોને યાદચ્છ રીતે પસંદ કરવામાં આવ્યાં હતાં. તેઓને સરખી સંખ્યામાં, એક પ્રાયોગિક જૂથ અને એક નિયંત્રિત જૂથ એમ બે જૂથમાં વહેંચવામાં આવ્યાં હતાં. પ્રાયોગિક જૂથને યોગની તાલીમ આપવામાં આવી હતી. ત્યાર બાદ શરીર બંધારણ (શરીર દળ આંક, શરીરમાં પાણીનું પ્રમાણ, શરીરમાં ચરબીનું પ્રમાણ) પ્રાણમૂલકશક્તિ, નમનીયતા જેવાં પાસાંના માપન માટે પૂર્વ કસોટી અને છ અઠવાડિયાં તાલીમ પછી અંતિમ કસોટીના પ્રાપ્તાંકો નોંધવામાં આવ્યા હતા. પ્રાયોગિક અને નિયંત્રિત બંને જૂથ પાસાંના અભ્યાસ માટે એકમાર્ગીય વિચરણ, સહવિચરણ પૃથક્કરણ (One way Analysis of Co-variance) કસોટી લાગુ પાડી 0.05 કક્ષાએ સાર્થકતા ચકાસવામાં આવી હતી. આ સંશોધનનો મુખ્ય ઉદ્દેશ શરીરબંધારણ, (શરીર દળ આંક, શરીરમાં પાણીનું પ્રમાણ, શરીરમાં ચરબીનું પ્રમાણ), પ્રાણમૂલકશક્તિ, નમનીયતા જેવાં પાસાંઓ પર યોગતાલીમના કાર્યક્રમથી કેટલી અસર થઈ શકે તે જાણવાનો હતો. આ સંશોધનના પરિણામ માટે મધ્યકો વચ્ચે સાર્થકતા ચકાસણીમાં એકમાર્ગીય વિચરણ, સહવિચરણ પૃથક્કરણ લાગુ પાડી 0.05 કક્ષાએ સાર્થકતા ચકાસતાં શરીર દળ આંકમાં ઘટાડો, છતાં પણ બંને જૂથનાં વિષયપાત્રો આદર્શઆંકને અનુસરતાં હતાં. ચરબીમાં ઘટાડો, પાણીમાં વધારો, પ્રાણમૂલક ક્ષમતામાં વધારો અને નમનીયતા વધારો જોવા મળ્યો હતો.

Author Biographies

Patel, Kamleshkumar P., મહાદેવ દેસાઈ સમાજસેવા સંકુલ, ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ, ગુજરાત

પ્રાધ્યાપક/સંયોજક, મહાદેવ દેસાઈ સમાજસેવા સંકુલ, ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ, ગુજરાત

Thaker, Tejas, પંચાયતીરાજ તાલીમ કેન્દ્ર, સાદરા, ગૂજરાત વિદ્યાપીઠ, ગાંધીનગર, ગુજરાત

આચાર્ય, પંચાયતીરાજ તાલીમ કેન્દ્ર, સાદરા, ગૂજરાત વિદ્યાપીઠ, ગાંધીનગર, ગુજરાત

References

આયંગર, બી. કે. એસ. (1984). યોગદીપિકા ભાગ-1, પહેલી આવૃત્તિ, મુંબઈઃ લાઇટ ઑન યોગ રિસર્ચ ટ્રસ્ટ.

ગોપાલ, ઉષા (2006). યોગ ઔર સ્વાચ્ય, નવી દિલ્હીઃ સ્પોર્ટ્સ પબ્લિકેશન.

ગોપાલ, ઉષા (2005). યોગાસન, નવી દિલ્હીઃ સ્પોર્ટ્સ પબ્લિકેશન.

જોષી, કાલીદાસ (2001). વ્યવહારીયોગ, પ્રથમ આવૃત્તિ, સ્વાથ્ય રક્ષા એવમ્ યોગ પરિહાર કે લીયે, ભોપાલ : મધ્યપ્રદેશ હિન્દીગ્રંથ અકાદમી,

ઠાકર, અરુણ (1998). યોગવિદ્યા. સૈદ્ધાંતિક-2, અમદાવાદઃ ગૂર્જર પ્રકાશન.

ભાણદેવ (૨૦૦૨). યોગવિધ ભાગ-૧, બીજી આવૃત્તિ, રાજકોટ: પ્રવીણ પ્રકાશન પ્રાઇવેટ લિમિટેડ.

વિદ્યાલંકાર, સૂનૃતા(1986). યોગદર્શન, વ્યાસ ભાષ્ય કે પરિપ્રેક્ષ્ય મેં. નવીદિલ્હી : ક્લાસિકલ પબ્લિસિંગ કંપની.

શર્મા, પી. ડી.(n.d.), યોગાસન - પ્રાણાયામ કરો અને નીરોગી રહો, ગુજરાતઃ નવનીત પબ્લિકેશન ઇન્ડિયા લિમિટેડ.

સ્વામીશ્રી શિવાનંદ સરસ્વતી (m.d.). પ્રાણાયામ વિજ્ઞાન, આઠમી આવૃત્તિ; અમદાવાદ :પ્રકાશન સ્વામીશ્રી. શિવાનંદ શાનયસ વિધિદિવ્ય જીવનસંઘ.

કાસુન્દ્રા, પી. એમ.(2002), ધ ઇફેકટ ઓફ યોગા એન્ડ એરોબિક કેપેસિટી ફિઝિકલ ફિટનેશ કમ્પોનન્ટ ફિઝિયોલોજિકલ વેરીએબલ્સ, સોવિનિયર–ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન યોગા રિસર્ચ એન્ડ વેલ્યુ એજ્યુકેશન.

ચૌધરી અને સાવલિયા (n.d.). યોગાસન ક્રિયા દ્વારા રુધિરાભિસરણ જૈસનક્ષમતા પર થતી અસરનો અભ્યાસ, ઇન્ટરનેશનલ જર્નલ ઓફ મલ્ટી ડિસિપ્લિન રીહેસ્મા, ખંડ-5.

પટેલ, મુકેશ (2009). વિશ્વવિદ્યાલય સંલગ્ન મહાવિદ્યાલયોના વિદ્યાર્થીઓમાં આસન અને પ્રણાયામ દ્વારા શરીરશાસ્ત્રવિષયક પાસાંઓમાંથી થતી અસરોનો અભ્યાસ, અપ્રકાશિત પીએચ.ડી. થીસિસ, ડો. બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, અમદાવાદ.

બાદી, મોહંમદહા. (2014). એરોબિક કસરતો અને યોગ દ્વારા પસંદ કરેલ શારીરિક યોગ્યતાના ઘટકો ઉપર થતી અસરોનો અભ્યાસ, અપ્રકાશિત એમ.પી.એડ઼. થીસિસ, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ.

ભટ્ટ, રવિશકુમાર જે.(2004), આસન અને પ્રાણાયામની તાલીમ દ્વારા શરીરશાસ્ત્રવિષયક પાસાંઓ અને શારીરિક યોગ્યતાના ઘટકો પર થતી અસરનો અભ્યાસ, અને એમ.ફિલ. થીસિસ, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ,

વર્મા, પ્રકાશ જે.(2000), એ ટેકસ્ટબુક ઓન સ્પોર્ટ્સ સ્ટેટેસ્ટિક્સ, ગ્વાલિયરઃ વિનસ પબ્લિકેશન.

Published

31-12-2019

How to Cite

Patel, K. P., & Thaker, T. (2019). યોગતાલીમની ગુજરાત રાજ્યના પસંદ કરેલા પંચાયતમંત્રીશ્રીઓનાં શરીરબંધારણ, પ્રાણમૂલકશક્તિ અને નમનીયતા ઉપર પર થતી અસરનો અભ્યાસ. Vidyapith (વિદ્યાપીઠ), 57(1-4), 7–15. Retrieved from http://journal.gujaratvidyapith.org/index.php/vp/article/view/136

Issue

Section

અન્વેષણ ( Article)