ગાંધી સાહિત્યની ગંગા : નારાયણ દેસાઈ

Authors

  • Dhadhodara, Nitin શિક્ષણ વિદ્યાશાખા, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ, ગુજરાત

Keywords:

Gujarati literature, નારાયણ દેસાઈ, સાહિત્ય સર્જન, ગાંધીસાહિત્ય, Narayan Desai, literary creation, Gandhi literature

Abstract

મહાદેવભાઈ દેસાઈના સુપુત્ર નારાયણ દેસાઈનો જન્મ ૨૪ ડિસેમ્બર, ૧૯૨૪ના રોજ ગુજરાતમાં વલસાડ મુકામે થયો હતો. તેમણે ગાંધી-વિનોબા-જયપ્રકાશ નારાયણની જંગમ વિદ્યાપીઠમાં કેળવણી પ્રાપ્ત કરી હતી. આખું આયખું તેમણે ખાદી, નઈ તાલીમ, ભૂદાન, શાંતિસેના અને અહિંસક આંદોલનમાં વિતાવ્યું હતું. ૧૯૪૭માં વેડછીમાં ગ્રામશાળા શરૂ કરીને ૧૯૫૨ સુધી નઈ તાલીમના માર્ગે શિક્ષણના પ્રયોગો કરી શિક્ષકધર્મ બજાવ્યો હતો. ૧૯પરમાં વિનોબા પ્રેરિત ભૂદાન આંદોલનમાં નેતૃત્વ લઈને તેમણે ગુજરાતમાં પગપાળા યાત્રાઓ કરી હતી. તેમણે ‘ભૂમિપુત્ર' નામનું મુખપત્ર શરૂ કર્યું હતું અને ૧૯૫૯ સુધી તંત્રીપદ શોભાવ્યું હતું. ૧૯૮૧માં વેડછી મુકામે સંપૂર્ણક્રાંતિ વિદ્યાલયની સ્થાપના કરી હતી. વર્ષ ૨૦૦૭થી ૨૦૦૯ દરમિયાન પ્રમુખ તરીકે તેમણે ગુજરાતી સાહિત્ય પરિષદનું નેતૃત્વ કર્યું હતું. ૨૦૦૭થી ૨૦૧૫ સુધી તેમણે કુલપતિ તરીકે ગુજરાત વિદ્યાપીઠને મૂળ ધ્યેયો પર આગળ વધવા માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ૨૦૦૪ પછીનું જીવન તેમણે ગાંધીકથાઓ કહેવામાં ગાળ્યું હતું અને ૧૧૬ જેટલી ગાંધીકથાઓ દેશવિદેશમાં કરીને ૧૫ માર્ચ, ૨૦૧૫ના રોજ વેડછીની વાલ્મીકિ નદીના કિનારે તેમનો દેહ પંચમહાભૂતમાં વિલીન થયો. સંપાદન, નવલકથા, ગીત, જીવનચરિત્ર, રેખાચિત્ર, પત્ર, નાટક એમ બહુવિધ સાહિત્ય સ્વરૂપોમાં તેમણે ખેડાણ કર્યું છે. અનુવાદક અને ચરિત્રકાર તરીકે તેમની કલમ સોળે કળાએ ખીલી છે. “સંત સેવતાં સુકૃત વાધે’, ‘સોનાર બાંગ્લા', ‘અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ” અને “મારું જીવન એ જ મારી વાણી” એ તેમની યશોદા કૃતિઓ છે. તેમનાં સંપાદનોની સુરભિ વાચકને પ્રસન્નચિત્ત કરી મૂકે છે. તેમણે લખેલાં પુસ્તકોના દેશવિદેશની અનેક ભાષામાં અનુવાદો પણ થયા છે. સાહિત્યિક પ્રદાન બદલ તેમને ગુજરાતી સાહિત્ય અકાદમી એવોર્ડ, ભારતીય સાહિત્ય અકાદમી એવોર્ડ, દર્શક એવોર્ડ, કાલેલકર એવોર્ડ અને મૂર્તિદવી ઍવૉર્ડ મળ્યા છે સાથે જ નર્મદ સુવર્ણચંદ્રક, રણજિતરામ સુવર્ણચંદ્રક પણ એનાયત થયા છે.

Author Biography

Dhadhodara, Nitin, શિક્ષણ વિદ્યાશાખા, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ, ગુજરાત

મદદનીશ પ્રાધ્યાપક, શિક્ષણ વિદ્યાશાખા, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ, ગુજરાત

References

જાની, ઇ. (2015). અક્ષરદેહે જીવંત રહેશે નારાયણભાઈ. ભૂમિપુત્ર, 15થી 17, પૃ. 12 – 13.

ઠાકર, ધી. (2011). ગુજરાતી સાહિત્યની વિકાસરેખા – 4 (તેરમી આવૃત્તિ). અમદાવાદ : ગૂર્જર ગ્રંથ કાર્યાલય.

દવે, 2.2. (સં). (2006). ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ : 6 . અમદાવાદ: ગુજરાતી સાહિત્ય પરિષદ.

દાંડીકર, મો. (2008). પહેલા ગિરમીટિયાની સંઘર્ષકથા. શબ્દસૃષ્ટિ, 25(4), 49-58.

દેસાઈ, ના. (1952). પાવન પ્રસંગો. વેડછી : જુગતરામ દવે.

દેસાઈ, ના. (1957). ધરતીને ખોળે (દ્વિતીય આવૃત્તિ). વડોદરા : યજ્ઞ પ્રકાશન.

દેસાઈ, ના. (1967). સંત સેવતાં સુકૃત વાધ (પ્રથમ આવૃત્તિ). અમદાવાદ : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય.

દેસાઈ, ના. (1968). શાંતિસેના પરિચય. વડોદરા : યજ્ઞ પ્રકાશન.

દેસાઈ, ના. (1968). સર્વોદય શું છે? મુંબઈ : પરિચય ટ્રસ્ટ.

દેસાઈ, ના. (1969). ગાંધીવિચારો જુનવાણી થઈ ગયા છે ? મુંબઈ : પરિચય ટ્રસ્ટ.

દેસાઈ, ના. (1972). સોનાર બાંગ્લા. અમદાવાદ : બાલગોવિંદ પ્રકાશન.

દેસાઈ, ના. (1975). અહિંસક પ્રતિકારની પદ્ધતિઓ (પ્રથમ આવૃત્તિ). અમદાવાદ : ભાઈદાસ પરીખ.

દેસાઈ, ના. (1975). સરમુખત્યારશાહીને સમજીએ. વારાણસી: નારાયણ દેસાઈ.

દેસાઈ, ના. (1979). રવિછબિ. અમદાવાદ : બાલગોવિંદ પ્રકાશન.

દેસાઈ, ના. (1992). અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ (પ્રથમ આવૃત્તિ). અમદાવાદ : શ્રી મહાદેવ દેસાઈ જન્મશતાબ્દી સમિતિ.

દેસાઈ, ના. (1997). સ્વાતંત્ર્ય સંગ્રામની વસંત. દિલ્હી : નેશનલ બુક ટ્રસ્ટ.

દેસાઈ, ના. (2003). મારું જીવન એ જ મારી વાણી (ચતુર્થ ખંડ સ્વાર્પણ) (પ્રથમ આવૃત્તિ). અમદાવાદ : નવજીવન મુદ્રણાલય.

દેસાઈ, ના. (2003). મારું જીવન એ જ મારી વાણી (તૃતીય ખંડ સત્યપથ) (પ્રથમ આવૃત્તિ). અમદાવાદ : નવજીવન મુદ્રણાલય.

દેસાઈ, ના. (2003). મારું જીવન એ જ મારી વાણી (દ્વિતીય ખંડ સત્યાગ્રહ) (પ્રથમ આવૃત્તિ). અમદાવાદ : નવજીવન મુદ્રણાલય.

દેસાઈ, ના. (2003). મારું જીવન એ જ મારી વાણી (પ્રથમ ખંડ: સાધના) (પ્રથમ આવૃત્તિ). અમદાવાદ: નવજીવન મુદ્રણાલય.

દેસાઈ, ના. (2007). મને કેમ વીસરે રે ? (પ્રથમ આવૃત્તિ). અમદાવાદઃ ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય.

દેસાઈ, ના. (2010). ઘણું જીવો ગુજરાતી (પ્રથમ આવૃત્તિ). અમદાવાદઃ રંગદ્વાર પ્રકાશન.

દેસાઈ, ના. (2013). કસ્તૂરબા (પ્રથમ આવૃત્તિ). અમદાવાદ : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય.

દેસાઈ, ના. (2014), જયપ્રકાશ (પ્રથમ આવૃત્તિ). વડોદરા : યજ્ઞ પ્રકાશન.

દેસાઈ, ના. (2014), જિગરના ચીરા (બીજી આવૃત્તિ). વડોદરા : યજ્ઞ પ્રકાશન.

દેસાઈ, ના. (સં), (1985), જયપ્રકાશ અમારી નજરે. વડોદરા : યજ્ઞ પ્રકાશન.

દેસાઈ, ના. (1977), વિશ્વનું યૌવન (પ્રથમ આવૃત્તિ). અમદાવાદ : બાલગોવિંદ પ્રકાશન.

દેસાઈ, ના. (સં). (1984). વેડછીનો વડલો (પ્રથમ આવૃત્તિ). વ્યારા : ગ્રામસેવા સમાજ.

દેસાઈ, ના. (સં). (2004), ગાંધીકથા ગીતો (પ્રથમ આવૃત્તિ), વડોદરા : યજ્ઞ પ્રકાશન.

પટ્ટણી, દ.વી. (2007). મારું જીવન એ જ મારી વાણી. ત્રિવેદી, હ. (સં). અસ્મિતાપર્વ વાધારા – 10 (પૃ. 178-194), જૂનાગઢ : આદ્યકવિ નરસિંહ મહેતા સાહિત્યનિધિ.

પટ્ટણી, દ, (2015), મારું જીવન એ જ મારી વાણી, ભૂમિપુત્ર, 1પથી 17, પૃ. 14 – 18.

પારેખ, તૃ. અને મહેતા, અં. (સં), (2012). ગાંધીકથા. વડોદરાઃ ઍક્શન રિસર્ચ ઇન કમ્યુનિટી હેલ્થ એન્ડ ડેવલપમેન્ટ.

ભાવસાર, 5. અને સવાઈ, ભ, (સં), (2011). ગાંધીકથા. અમદાવાદ : અમદાવાદ મેનેજમેન્ટ ઍસોસિયેશન.

સલ્લા, મ. (2004). સત્યધર્મા મહાત્માના ઊધ્વરોહણની ગાથા. શબ્દસૃષ્ટિ, 21(4), પૃ. 41-48.

શેઠ, ચં. (202 1, નવેમ્બર 16). અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ.

https://gujarativishwakosh.org/

Downloads

Published

31-12-2018

How to Cite

Dhadhodara, N. (2018). ગાંધી સાહિત્યની ગંગા : નારાયણ દેસાઈ. Vidyapith (વિદ્યાપીઠ), 56(1-4), 141–160. Retrieved from http://journal.gujaratvidyapith.org/index.php/vp/article/view/130

Issue

Section

અન્વેષણ ( Article)