દરિયાઈ મત્સ્ય ઉત્પાદનોમાં મૂલ્યવર્ધનની નવીન ફૂડ પ્રોસેસિંગ તકનીકો : ટકાઉ ખાદ્ય સુરક્ષા અને વિકસિત ભારત ૨૦૪૭ ના વિઝનની પ્રાપ્તિ

Authors

  • Tandel, Utkarshkumar K Assistant Professor, Department of Social Work, BRS College, Vedachhi

Keywords:

Fisheries, Value Addition, Food Processing Technologies, Sustainable Food Security, Viksit Bharat 2047

Abstract

ભારતીય કૃષિ ક્ષેત્રને "કૃષિ અને સંલગ્ન ક્ષેત્રો" તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે, જેમાં પાક ઉત્પાદન, પશુપાલન, વન અને મત્સ્યોદ્યોગનો સમાવેશ થાય છે. મત્સ્યોદ્યોગને સંલગ્ન ભાગ તરીકે ગણવામાં આવે છે કારણ કે તે પ્રાકૃતિક સંસાધનો પર આધારિત છે, ખાદ્ય સુરક્ષા અને પોષણમાં યોગદાન આપે છે, ગ્રામીણ રોજગાર વધારે છે અને કૃષિના GVA (Gross Value added) માં ૭% જેટલો હિસ્સો ધરાવે છે. ભારત વિશ્વના મુખ્ય મત્સ્ય ઉત્પાદક દેશોમાં બીજા ક્રમે છે અને દરિયાઈ મત્સ્યોદ્યોગ લાખો લોકોની આજીવિકાનો આધાર છે. જોકે, મત્સ્ય પકડ્યા પછીના નુકશાન, પરંપરાગત વેચાણ પદ્ધતિઓ, અપૂરતી સુવિધાઓ અને મર્યાદિત નિકાસની તકોને કારણે માછીમાર સમુદાયને આર્થિક લાભ મર્યાદિત મળે છે તેમજ ખાદ્ય વેડફાટ વધે છે. આ સંશોધન પત્રમાં દરિયાઈ મત્સ્ય ઉત્પાદનોના મૂલ્યવર્ધન માટે આધુનિક ફૂડ પ્રોસેસિંગ તકનીકોની શક્યતાઓ અને તેની ટકાઉ ખાદ્ય સુરક્ષા પરની અસરનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ તકનીકોનો સમાવેશ થાય છે. આ તકનીકો પોસ્ટ-હાર્વેસ્ટ નુકસાન નોંધપાત્ર રીતે ઘટાડે છે, ઉત્પાદનોની શેલ્ફ લાઈફ વધારે છે, પોષણ મૂલ્ય જાળવે છે, નિકાસની તકો વિસ્તારે છે અને ઝીરો-વેસ્ટ અભિગમ અપનાવીને પર્યાવરણીય ટકાઉપણું સુનિશ્ચિત કરે છે. પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના (PMMSY) અને બ્લુ રિવોલ્યુશન જેવી સરકારી પહેલો આ તકનીકોના અમલીકરણ માટે મદદરૂપ થઈ શકે છે. જોકે, મૂડીરોકાણની ખોટ, તાલીમનો અભાવ અને બજાર જોડાણના પડકારોને દૂર કરવા જરૂરી છે. આ પત્ર આ ક્ષેત્રે સ્ટાર્ટઅપ્સ, એફપીઓ અને કોલ્ડ ચેઈન ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ દ્વારા ભવિષ્યની દિશા સૂચવે છે, જે વિકસિત ભારત ૨૦૪૭ના વિઝન હેઠળ બ્લુ ઈકોનોમીને મજબૂત બનાવવામાં અને ટકાઉ ખાદ્ય સુરક્ષા હાંસલ કરવામાં મહત્વનું યોગદાન આપી શકે છે.

Downloads

Download data is not yet available.

References

1. Department of Fisheries, Government of India. (2024). Annual Report 2023-24. Ministry of Fisheries, Animal Husbandry and Dairying.

2. Marine Products Export Development Authority (MPEDA). (2024). Export Statistics 2023-24. Retrieved from www.mpeda.gov.in

3. Central Marine Fisheries Research Institute (CMFRI). (2023). Post-Harvest Losses in Marine Fisheries. ICAR-CMFRI, Kochi.

4. Food and Agriculture Organization (FAO). (2024). The State of World Fisheries and Aquaculture (SOFIA) 2024. Rome: FAO.

5. Commissioner of Fisheries, Gujarat. (2024). Gujarat Fisheries Statistics 2023. Gandhinagar.

6. Pradhan Mantri Matsya Sampada Yojana (PMMSY). (2024). Progress Report. Ministry of Fisheries, Government of India.

7. National Fisheries Development Board (NFDB). (2023). Value Addition in Fisheries. Hyderabad.

Published

25-06-2026

Issue

Section

અન્વેષણ ( Article)

How to Cite

Tandel, U. K. (2026). દરિયાઈ મત્સ્ય ઉત્પાદનોમાં મૂલ્યવર્ધનની નવીન ફૂડ પ્રોસેસિંગ તકનીકો : ટકાઉ ખાદ્ય સુરક્ષા અને વિકસિત ભારત ૨૦૪૭ ના વિઝનની પ્રાપ્તિ. Vidyapith (વિદ્યાપીઠ), 64(2), 63-72. https://journal.gujaratvidyapith.org/index.php/vp/article/view/1287

Similar Articles

1-10 of 20

You may also start an advanced similarity search for this article.