Information For Authors
સાબરમતી સામયિક માટે લેખ, કવિતા, પુસ્તક સમીક્ષા, ચિંતનાત્મક લેખ, સમસામયિક વિષયો પરના અભ્યાસલેખ તથા અન્ય સર્જનાત્મક કૃતિઓનું સ્વાગત છે. લેખકોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ લેખ મોકલતા પહેલાં સામયિકના હેતુ, વિભાગીય નીતિઓ તથા લેખન માર્ગદર્શિકા ધ્યાનપૂર્વક વાંચે. લેખ યુનિકોડ ગુજરાતી ફોન્ટમાં તૈયાર કરેલો હોવો જોઈએ અને લેખકનું નામ, હોદ્દો/સંસ્થા, સંપર્ક ક્રમાંક તથા ઇ-મેઇલ સરનામું સાથે મોકલવો. લેખ મૌલિક અને અપ્રકાશિત હોવો આવશ્યક છે. સંપાદક મંડળને લેખમાં જરૂરી સંપાદકીય ફેરફાર કરવાનો અધિકાર રહેશે. લેખકોએ લેખ મોકલી આપવા કે લેખ સંબંધિત કોઈપણ માહિતી માટે મુખ્ય સંપાદકનો સંપર્ક કરવાનો રહેશે. ડો. ધ્વનિલ પારેખ પ્રાધ્યાપક ગુજરાતી વિભાગ, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ -09 dhwanilparekh@gujaratvidyapith.org
