About the Journal
ગૂજરાત વિદ્યાપીઠનું ઐતિહાસિક સામયિક સાબરમતી ઈ.સ. ૧૯૨૨માં ગુજરાત મહાવિદ્યાલય વિદ્યાર્થી મંડળના ઉપક્રમે શરૂ થયું હતું. શરૂઆતમાં તે દ્વિમાસિક સ્વરૂપે પ્રકાશિત થતું હતું અને સાહિત્ય, ચિંતનાત્મક લેખો, વિદ્યાર્થી પ્રવૃત્તિઓ તથા વિદ્યાપીઠના અહેવાલોને સ્થાન આપતું હતું. પ્રારંભિક સમયમાં ચુનીલાલ પુરુષોત્તમદાસ બારોટ, નગીનદાસ નારણદાસ પારેખ અને શંકરભાઈ સોમાભાઈ પટેલે તંત્રી તરીકે કામગીરી સંભાળી હતી. ૧૯૨૨થી ૧૯૨૮ દરમિયાન સામયિકના કુલ ૩૪ અંકો પ્રકાશિત થયા હતા.
ઈ.સ. ૨૦૨૪માં આ. કુલપતિ શ્રી હર્ષદભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સાબરમતીનું પુનઃપ્રકાશન શરૂ થયું અને હાલમાં તે માસિક સ્વરૂપે પ્રકાશિત થાય છે. હાલ ધ્વનિલ પારેખ મુખ્ય સંપાદક તરીકે કામગીરી સંભાળે છે. સામયિકમાં વિદ્યાપીઠની શૈક્ષણિક, સાંસ્કૃતિક અને સામાજિક પ્રવૃત્તિઓ સાથે કવિતા, પુસ્તક સમીક્ષા અને સમસામયિક લેખોને પણ સ્થાન આપવામાં આવે છે. વિદ્યાર્થીઓને સર્જનાત્મક લેખન માટે પ્રોત્સાહિત કરવાનો તેનો મુખ્ય હેતુ રહ્યો છે.વધુ માહિતી...
Current Issue
તંત્રીશ્રી :
ડૉ. હર્ષદ પટેલ
કુલપતિશ્રી, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ – 09
મુખ્ય સંપાદક :
ડૉ. ધ્વનિલ પારેખ
પ્રાધ્યાપક, ગુજરાતી વિભાગ, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ – 09
