Announcements
લેખ આમંત્રણ સૂચના
સાબરમતી માટે લેખકો, સંશોધકો, વિદ્યાર્થીઓ તથા શૈક્ષણિક સેવકો પાસેથી લેખો આમંત્રિત કરવામાં આવે છે. સામયિકમાં કવિતા, વાર્તા, પુસ્તક સમીક્ષા, ચિંતનાત્મક લેખો, સમસામયિક વિષયો પરના અભ્યાસલેખ તથા અન્ય સર્જનાત્મક અને શૈક્ષણિક લેખનનું સ્વાગત છે.
લેખકોને વિનંતી છે કે તેઓ પોતાના મૌલિક અને અપ્રકાશિત લેખો યોગ્ય શૈલીમાં તૈયાર કરી મોકલે. લેખ મોકલતી વખતે નામ, હોદ્દો/સંસ્થા, સંપર્ક માહિતી તથા ઇ-મેઇલ સરનામું સ્પષ્ટ રીતે જોડવું જરૂરી છે.
લેખ મોકલવા સંબંધિત વધુ માહિતી અને માર્ગદર્શન માટે સંપાદક મંડળનો સંપર્ક કરી શકાય છે.
આમ, સૌ લેખકોને સાબરમતી સાથે જોડાઈ ગૂજરાત વિદ્યાપીઠની શૈક્ષણિક તથા સાંસ્કૃતિક પરંપરાને સમૃદ્ધ બનાવવા હાર્દિક આમંત્રણ આપવામાં આવે છે.
