About the Journal
ઈ.સ. ૧૯૨૨થી ૧૯૨૮ સુધી સાબરમતી દ્વિમાસિક રૂપે નિયમિત પ્રકાશિત થયું અને આ સમયગાળામાં કુલ ૩૪ અંકો પ્રસિદ્ધ થયા હતા. બાદમાં સામયિકનું પ્રકાશન બંધ થયું, પરંતુ ઈ.સ. ૨૦૨૪માં આ. કુલપતિ શ્રી હર્ષદભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ તેનું પુનઃપ્રકાશન શરૂ કરવામાં આવ્યું. હાલમાં સાબરમતી માસિક સ્વરૂપે પ્રકાશિત થાય છે.
સાબરમતી વિદ્યાપીઠની વિવિધ શૈક્ષણિક, સાંસ્કૃતિક અને સામાજિક પ્રવૃત્તિઓને આવરી લેતું સામયિક છે. તેમાં કવિતા, પુસ્તક સમીક્ષા, ચિંતનાત્મક તથા સમસામયિક વિષયો સંબંધિત લેખો પણ પ્રકાશિત થાય છે.
હાલમાં સાબરમતીનું વિતરણ મુખ્યત્વે વિદ્યાપીઠ સંકુલ પૂરતું મર્યાદિત છે. તેની મર્યાદિત નકલો પ્રકાશિત કરવામાં આવે છે અને વિદ્યાપીઠ સાથે સંકળાયેલા સભ્યોને ઇ-મેઇલ દ્વારા મોકલવામાં આવે છે.
