ભારતમાં આબોહવા સ્થિતિસ્થાપકતા કૃષિ માટે કૃષિ-ટેક સ્વીકાર : વાસ્તવિકતા, પડકારો અને નીતિ
Keywords:
Climate-Resilient Agriculture (CRA), Agri-Tech, Digital Agriculture, Climate ChangeAbstract
ભારતીય કૃષિ ક્ષેત્ર પર આબોહવા પરિવર્તનની અસર સતત વધી રહી છે. અનિયમિત વરસાદ, વધતું તાપમાન, દુષ્કાળ, પૂર અને અતિપ્રચંડ હવામાન ઘટનાઓના કારણે ખાદ્ય સુરક્ષા, કૃષિ આવક અને ગ્રામીણ જીવનનિર્વાહ ગંભીર રીતે પ્રભાવિત થઈ રહ્યા છે. ભારતમાં ૮૫ ટકા કરતાં વધુ ખેડૂતો નાના અને સીમાંત ખેડૂત છે, જે આબોહવા સંબંધિત જોખમો સામે સૌથી વધુ સંવેદનશીલ છે (Government of India, 2024). સંશોધન દર્શાવે છે કે જો અનુકૂલનાત્મક પગલાં લેવામાં ન આવે તો વરસાદ આધારિત વિસ્તારોમાં કૃષિ આવકમાં ૧૫–૨૫ ટકા સુધી ઘટાડો થઈ શકે છે (World Bank, 2022). આવી પરિસ્થિતિમાં ડિજિટલ સલાહ સેવાઓ, કૃત્રિમ બુદ્ધિ (AI), ઈન્ટરનેટ ઓફ થિંગ્સ (IoT), પ્રિસિઝન કૃષિ, આબોહવા-સ્માર્ટ યાંત્રિકીકરણ અને મોબાઈલ આધારિત વિસ્તરણ જેવી એગ્રી-ટેક નવીનતાઓ આબોહવા સ્થિતિસ્થાપક કૃષિને સક્ષમ બનાવતી મુખ્ય સાધન તરીકે ઉભરી આવી છે. પ્રસ્તુત સંશોધન પેપરમાં સરકારના અહેવાલો, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ અને સમીક્ષિત સંશોધનો પરથી પ્રાપ્ત દ્વિતીયક માહિતીના આધારે ભારતમાં એગ્રી-ટેક અપનાવવાની સ્થિતિનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. સાથે સાથે એગ્રી-ટેકના અપનાવવાથી આવતા સામાજિક-આર્થિક અને માળખાકીય અવરોધો તથા સમાવેશી વિસ્તરણ માટેની નીતિ સૂચનો રજૂ કરવામાં આવેલ છે.
Downloads
References
1. Food and Agriculture Organization. (2021). Climate-smart agriculture sourcebook. FAO.
2. Government of India. (2024). Economic survey 2023–24. Ministry of Finance.
3. Indian Council of Agricultural Research. (2022). ICAR annual report. ICAR.
4. IPCC. (2022). Climate change 2022. Cambridge University Press.
5. Mallappa, V. K. H., & Pathak, T. B. (2023). Indian Journal of Agricultural Economics, 78(4), 512–526.
6. NABARD. (2023). All India rural financial inclusion survey.
7. World Bank. (2022). Climate risk and adaptation in Indian agriculture.
Additional Files
Published
Issue
Section
License
Copyright (c) 2026 Vidyapith (વિદ્યાપીઠ)

This work is licensed under a Creative Commons Attribution-NonCommercial 4.0 International License.
License Terms