Journals

  • Vidyapith (વિદ્યાપીઠ)

    ગૂજરાત વિધાપીઠ દ્વારા વર્ષ 1963 થી 'વિદ્યાપીઠ ' (ISSN 0976-5794) ત્રૈમાસિક સંશોધન સામયિક પ્રકાશિત કરવામાં આવે છે. તેનો હેતુ શૈક્ષણિક સંશોધન કાર્યને પ્રોત્સાહન આપવાનો છે. આ સામયિકમાં સંશોધક વિદ્યાર્થીઓ, પ્રાધ્યાપકો, વિષય નિષ્ણાતો વગેરેના સંશોધન લેખ, અહેવાલ, પુસ્તક-સમીક્ષા, વ્યાખ્યાન સારાંશ અને અન્ય સંશોધન પ્રવૃતિઓના ગુણવત્તાયુક્ત સંશોધન કાર્યોને સ્થાન આપવામાં આવે છે. સામયિકમાં પૂર્વ સમીક્ષાની પ્રક્રિયા અનુસરવામાં આવે છે અને બે વિષય નિષ્ણાતોની  હકારાત્મક નોંધના આધારે જે તે સંશોધન સાહિત્યને સામયિકમાં પ્રકાશિત કરવામાં આવે છે.  વધુ માહિતી...

  • સાબરમતી (Sabarmati)

    સાબરમતી સામયિકગૂજરાત વિદ્યાપીઠનું ઐતિહાસિક સામયિક સાબરમતી ઈ.સ. ૧૯૨૨માં ગુજરાત મહાવિદ્યાલય વિદ્યાર્થી મંડળના ઉપક્રમે શરૂ થયું હતું. શરૂઆતમાં તે દ્વિમાસિક સ્વરૂપે પ્રકાશિત થતું હતું અને સાહિત્ય, ચિંતનાત્મક લેખો, વિદ્યાર્થી પ્રવૃત્તિઓ તથા વિદ્યાપીઠના અહેવાલોને સ્થાન આપતું હતું. પ્રારંભિક સમયમાં ચુનીલાલ પુરુષોત્તમદાસ બારોટ, નગીનદાસ નારણદાસ પારેખ અને શંકરભાઈ સોમાભાઈ પટેલે તંત્રી તરીકે કામગીરી સંભાળી હતી. ૧૯૨૨થી ૧૯૨૮ દરમિયાન સામયિકના કુલ ૩૪ અંકો પ્રકાશિત થયા હતા.

    ઈ.સ. ૨૦૨૪માં આ. કુલપતિ શ્રી હર્ષદભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સાબરમતીનું પુનઃપ્રકાશન શરૂ થયું અને હાલમાં તે માસિક સ્વરૂપે પ્રકાશિત થાય છે. હાલ ધ્વનિલ પારેખ મુખ્ય સંપાદક તરીકે કામગીરી સંભાળે છે. સામયિકમાં વિદ્યાપીઠની શૈક્ષણિક, સાંસ્કૃતિક અને સામાજિક પ્રવૃત્તિઓ સાથે કવિતા, પુસ્તક સમીક્ષા અને સમસામયિક લેખોને પણ સ્થાન આપવામાં આવે છે. વિદ્યાર્થીઓને સર્જનાત્મક લેખન માટે પ્રોત્સાહિત કરવાનો તેનો મુખ્ય હેતુ રહ્યો છે.વધુ માહિતી...